નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા જાળવવા તાલુકા પોલીસ એલર્ટ મોડ પર, ભાયલીમાં ચુસ્ત પેટ્રોલિંગ

તહેવારની ઉજવણી દરમિયાન મહિલાઓ નિર્ભયતાથી અવરજવર કરી શકે તે માટે પોલીસ સજ્જ

MailVadodara.com - Taluka-police-on-high-alert-to-ensure-womens-safety-during-Navratri-intensive-patrolling-in-Bhayli

- મહિલાઓ અને યુવતીઓની સલામતી પર ધ્યાન કેન્દ્રિત, ઓછી અવરજવર ધરાવતા અવાવરૂ વિસ્તારોમાં પોલીસની ટીમો દ્વારા ચકાસણી, અસામાજિક તત્ત્વો પર નજર રાખવા તકેદારી

નવરાત્રિ પર્વનો પ્રારંભ થતાં જ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા તાલુકા પોલીસ એલર્ટ મોડ પર આવી છે. તહેવાર દરમિયાન મહિલાઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Vadodara Navratri Security; Bhayli Police Patrol Alert | Drone Video

નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ અને ઓછી અવરજવર ધરાવતા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે.

આ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ દ્વારા ભાયલી વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમે આ વિસ્તારોમાં ફરીને સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જેથી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અસામાજિક તત્ત્વો પર નજર રાખી શકાય.

નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. ભાયલી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલું પેટ્રોલિંગ પણ આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments