હરણી લેકઝોન સામે સ્વિફ્ટ કાર બળીને ખાખ; રોડ પર આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી

ગત મોડી મારુતિ સ્વિફ્ટ કારમાં આગ લાગી હતી, આગ લાગવા પાછળનું કારણ અકબંધ

MailVadodara.com - Swift-car-catches-fire-in-front-of-Harni-Lake-Zone-Chaos-as-fire-breaks-out-on-the-road

- ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી કાબૂમાં લીધી, આસપાસના લોકો પણ દોડી આવ્યાં


વડોદરા શહેરમાં ગતમોડી રાત્રે કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. હરણી લેકઝોન સામે કારમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે અહીંથી પસાર થતો ટ્રાફિક પણ એક સમય માટે થંભી ગયો હતો. આ બનાવને લઈ વડોદરા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.


શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ તરફ આવતા માર્ગે હરણી લેકઝોન સામે ગતરાત્રે એક મારુતિ સ્વિફ્ટ કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગેનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને આપતા ERC ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.


કારમાં લાગેલી આગ વધુ ભભૂકી ઉઠતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર વિભાગ સાથે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ અંગેનો કોલ અજમલખાન નામના વ્યક્તિએ ફાયરને આપ્યો હતો. આ કારના માલિક જાવેદખાન પઠાણ છે.

Share :

Leave a Comments