- એસઓજીએ ગાંજાના સપ્લાયર મોઇન વિપુલભાઇ રાઠોડ (રહે. સુદામા નગર, ગોત્રી હોસ્પિટલ સામે)ને ઘર પાસેથી ઝડપી પાડ્યો
અકોટા વિસ્તારમાં જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતા એક કેરિયર પાસેથી રૂપિયા ૧.૭૦ લાખનો ગાંજો મળી આવ્યા બાદ પોલીસે ગાંજાના સપ્લાયરને ઝડપી પાડયો છે.
અકોટા ગાય સર્કલ પાસે હાઇબ્રિડ ગાંજો વેચતા જીગર તોનુરામ બિશ્વાસ (રહે.ગોપાલ સોસાયટી, બાજવા)ને પોલીસે ઝડપી પાડી હાઇબ્રિડ ગાંજો, વેચાણના રોકડા રૂપિયા ૨૩,૫૦૦ અને મોબાઇલ કબજે કર્યા હતા. આરોપીની પૂછપરછ બાદ એસઓજીએ ગાંજાના સપ્લાયર મોઇન વિપુલભાઇ રાઠોડ (રહે. સુદામા નગર, ગોત્રી હોસ્પિટલ સામે)ને તેના ઘર પાસેથી ઝડપી પાડી ગાંજો ક્યાંથી અને કેટલા સમયથી મંગાવતો હતો, કોને કોને પહોંચાડતો હતો જેવી બાબતોની તપાસ માટે રિમાન્ડની કાર્યવાહી કરી છે. પોલીસે મોઇનનો મોબાઇલ પણ કબજે લઇ ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ કરી છે.


