વડોદરામાં RSETI BOB બેંક સખી તાલીમનો સફળ સમાપન, તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI BOB) વડોદરા દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ

MailVadodara.com - Successful-completion-of-RSETI-BOB-Bank-Sakhi-training-in-Vadodara-certificates-distributed-to-trainees

- વડોદરા જિલ્લાના બેંકોમાં ગ્રામીણ લોકોને બેંકિંગ સેવાઓમાં સહાય કરશે તાલીમ પ્રાપ્ત બેંક સખીઓ


ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI BOB VADODARA) જે બેંક ઓફ બરોડા અને ભારત સરકાર દ્વારા સંચાલિત છે. આ સંસ્થા ગ્રામીણ યુવક અને યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવાનું કામ કરે છે. જેમ કે, બ્યુટી પાર્લર, સિલાઈ કામ, પાપડ બનાવવા, અગરબત્તી બનાવવા, AC ફ્રિજ રિપેરિંગ, મોબાઇલ રિપેરિંગ, ફાસ્ટ ફૂડ વગેરે. હાલમાં બેંક સખી તાલીમનું આયોજન તા. ૧૬-૦૧-૨૦૨૬થી તા. ૨૩-૦૧-૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું હતું. આજે, ૨૩-૦૧-૨૦૨૬ ના રોજ આ પૂર્ણ થયું છે અને તમામ સહભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.


આ તમામ તાલીમાર્થીઓ વડોદરા જિલ્લામાં બેંકની વિવિધ શાખાઓમાં ગ્રામીણ લોકોને બેંક ઉત્પાદન અને દસ્તાવેજીકરણ કાર્ય વિશે મદદ કરવા માટે કાર્ય કરશે. જેમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અમિત કુમાર અને RSETI ડિરેક્ટર રવિન્દ્ર સિંધ હાજર રહ્યા હતા.


Share :

Leave a Comments