ખોડિયારનગર વિસ્તારમાં ગાડી અને પૈસા આપવાની પિતાએ ના પડતા પુત્રનો ચાકુ વડે જીવલેણ હુમલો

ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં આ ઘટના બની

MailVadodara.com - Son-fatally-attacked-with-knife-after-father-refuses-to-give-him-car-and-money-in-Khodiyarnagar-area

- પિતાને ગંભીર ઇજાઓ થતાં પરિવાર દ્વારા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા, આ મામલે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરમાં અવાર નવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પિતા પર પુત્રએ નજીવી બાબતે ચાકુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પિતાને નજીવી ઇજાઓ પોહચી છે અને તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પુત્ર હુમલા બાદ ફરાર થઈ ગયો છે.

વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં આ ઘટના બની છે. હાર્દિક નાગરે પોતાના પિતા જયંતીલાલ નાગર (55 વર્ષ) પાસેથી પૈસા અને ગાડીની માંગણી કરી હતી. વ્યવસાયે પુજારી તરીકે કાર્યરત જયંતીલાલ નાગરે પુત્રની માંગણી સ્વીકારવાનો ઇન્કાર કરતાં પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલા હાર્દિકે પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પિતાને ગંભીર ઇજાઓ થતાં પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ મામલે બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments