ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાઓ તથા સરઘસોના આયોજન અંગે કેટલાક પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ : વડોદરા

MailVadodara.com - Some-restrictions-on-organizing-public-meetings-and-processions-for-election-campaigning

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાણવણી કરવાની થાય છે.

આ ચૂંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાઓ તથા સરઘસો યોજાનાર છે. જેને અનુલક્ષીને જાહેર સુલેહશાંતિ જાળવવા સારૂ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા શ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ સભા/સરઘસ ઉપર યોગ્ય પ્રતિબંધ મુકાયા છે. 

જાહેરનામા અનુસાર, કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ આ હુકમની તારીખથી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન (બન્ને દિવસો સહીત) સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગાં થવું નહીં, કોઈ સભા કરવી કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં.

કોઈ પણ રાજકિય પક્ષ કે ઉમેદવારો દવારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે.

ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહી.

જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહી તેમજ ખલેલ પહોંચાડવી નહીં.

ચૂંટણીના સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ઘ્વજ બેનર્સ કે કટ આઉટ રાખી શકાશે. આવા સરઘસમાં પક્ષે/ ઉમેદવારે પુરા પાડેલ ટોપી માસ્ક સ્કાર્ફ વગેરે પહેરી શકશે. પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી/ શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહી.

ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે.

ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/ નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી/ મફલર પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શીત કરી શકશે નહી. આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર ઠરશે આ જાહેરનામુ તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Share :

Leave a Comments