મકરપુરા GIDCમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં; બે કંપનીમાંથી 3.35 લાખનો સામાન ચોરી પલાયન!

મકરપુરા GIDCની બે કંપનીમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા

MailVadodara.com - Smugglers-strike-at-Makarpura-GIDC-at-night-goods-worth-Rs-3-35-lakh-stolen-from-two-companies-and-fled

- વર્મા એન્જિનિયરિંગમાંથી સ્ટીલની રિંગ અને સાફ્ટિંગ મળી 1.67 લાખનો સામાન ચોરાયો અને એક્યુરેટ એન્જિનિયર્સમાંથી 1.68 લાખની કિંમતના 16 નંગ કોપરના રોડની ચોરી થઇ

- એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીના કામદારે કહ્યું, `મેં શટર ખોલીને બૂમ પાડી, તો ચોર મારી તરફ દોડ્યો, મને ધક્કો મારી રૂમની અંદર ધકેલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

વડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતા. બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની વર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી સ્ટીલની રિંગ અને સ્ટીલની સાફ્ટિંગ મળી રૂ. 1.67 લાખના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયાં હતા. જેથી કંપની માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, 'મેં શટર ખોલીને બૂમ પાડી, તો ચોર મારી તરફ દોડ્યો હતો અને મને ધક્કો મારી રૂમની અંદર ધકેલી દીધો હતો. તેને મને ધમકી આપીને કહ્યું હતું કે, તું વધારે બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ'


વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન તથા ઘરફોડ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ બે ચોરીના બનાવ સામે આવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં મકરપુરા રેલવે ફાટક પાસે આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા પ્રહલાદભાઇ સુરેન્દ્રભાઇ કુસવાહ મકરપુરા જીઆઇડીસીમાં આવેલા એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપની ધરાવે છે, ત્યારે ગત 22 ડિસેમ્બરે સાંજના સમયે તેમની કંપની બંધ કરીને તેઓ તથા તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ ઘરે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના સમયે ગેટ પરથી બે તસ્કર કદીને કંપનીમાં પ્રવેસ્યાં હતા. ત્યારબાદ કંપનીમાં મુકેલી જોબ વર્ક બનાવવા માટેના કોપરના રોડ એકની કિંમત રૂપિયા 12 હજાર મળી 16 કોપરના રોડ કિંમત રૂ. 1.68 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા.


બીજા દિવસે કંપની ખોલવા માટે આવેલા સંચાલક પ્રહલાદભાઇ કુસ્વાહને ચોરી થઇ હોવાની જાણ થતા તેઓએ ચોરીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ચોરી કરવા માટે આવેલા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હોય પોલીસ ફુટેજના આધારે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આમ્રપાલી સોસાયટીમાં રહરેતા નરેશભાઇ બચ્ચુપ્રસાદ મંહતોની જીઆઇડીસીમાં આવેલી વર્મા એન્જિનિરિંગ વર્કસ કંપનીના શટરને મારેલા તાળો તોડી બે તસ્કરો કંપનીમાં પ્રવેશ્યાં હતા. ત્યારબાદ સ્ટીલની રિંગ 74 કિંમત રૂપિયા 48 હજાર તથા સ્ટીલની સાફ્ટિંગ રૂ. 15 હજાર મળી રૂ. 1.67 લાખની સામાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી કંપની માલિક નરેશભાઇ મંહતોએ ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


મકરપુરા GIDCમાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા કામદાર મનોજભાઈએ જણાવ્યું હતું કે, હું રાત્રે સૂતો હતો ત્યારે અચાનક બહારથી અવાજ આવતા જાગી ગયો હતો. મેં જ્યારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે ખબર પડી હતી કે, એક અજાણ્યો માણસ અંદર ઘૂસી આવ્યો હતો અને ત્યાંથી માલની ચોરી કરીને તેને બહાર ફેંકી રહ્યો હતો, જ્યારે મે બહાર આવીને શટર ખોલ્યું અને બૂમ પાડી ત્યારે પેલો ચોર મારી તરફ દોડી આવ્યો અને મને ધક્કો મારીને રૂમની અંદર ધકેલી દીધો હતો. ચોરે મને ધમકી આપી હતી કે, જો તું વધારે કંઈ બોલીશ તો તેને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ ચોરે આ મને ખૂણામાં બેસાડી દીધો હતો અને શટર બંધ કરી દીધું અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. જોકે, થોડી વાર પછી ત્યાં હાજર ફાઈટર નામનો વ્યક્તિ શટર ખોલીને મને મોબાઈલ પાછો આપી દીધો હતો.


મકરપુરા GIDCમાં વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીના માલિક નરેશ મહંતોએ જણાવ્યું હતું કે, અમારી કંપની છેલ્લા 30-35 વર્ષથી ચાલે છે અને આટલા વર્ષોમાં પ્રથમ વખત ત્યાં ચોરીની ઘટના બની છે. 20 ડિસેમ્બરે વહેલી સવારે ચોરીની ઘટના બની હતી. જ્યારે હું રિંગ શોધવા ગયો, ત્યારે તેમને ચોરી વિશે જાણ થઈ હતી. મેં તરત જ મેં માંજલપુર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મેં સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે.

Share :

Leave a Comments