સલાટવાડા વિસ્તારમાં મકાનમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, 30 હજારનો મુદ્દામાલ જપ્ત

તુલસીબાઇની ચાલી રબારીવાસમાં મકાનમાં ચાલતા જુગારધામ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

MailVadodara.com - Six-gamblers-caught-playing-in-a-house-in-the-Salatwada-area-goods-worth-30000-seized

- પોલીસે સ્થળ પરથી રૂ. 10,120ની રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન, પત્તાનો સેટ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 30,120નો મુદ્દામાલ કબજે કર્યો, રેડ પાડતા જ જુગારીઓમાં દોડધામ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સલાટવાડા વિસ્તારમાં આવેલા તુલસીબાઇની ચાલી ખાતે મકાનમાં ચાલતા પત્તાપાનાના હારજીતના જુગાર પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ 30,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપ્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરી રહી છે. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, સલાટવાડા તુલસીબાઇની ચાલી, રબારીવાસ વિસ્તારમાં રિતેશ હસમુખભાઈ બારોટ પોતાના કબજાના મકાનમાં બહારથી લોકોને બોલાવી પત્તાપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં સંચાલક રિતેશ બારોટ સહિત કુલ છ શખ્સોને પત્તાપાનાથી જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 10,120ની રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન, પત્તાનો સેટ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 30,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમજ વધુ તપાસ માટે કેસ કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પકડાયેલા આરોપીઓ

રિતેશ હસમુખભાઈ બારોટ (ઉ.વ. 42), સલાટવાડા બારોટ મહોલ્લો, વડોદરા

સંજયભાઈ જેંતીભાઈ બારોટ (ઉ.વ. 39), સલાટવાડા બારોટ મહોલ્લો, વડોદરા

સંજય દિલીપભાઈ બારોટ (ઉ.વ. 39), તુલસીબાઇની ચાલી, સલાટવાડા, વડોદરા

ગીરીશભાઈ ભીખાભાઈ બારોટ (ઉ.વ. 50), સલાટવાડા બારોટ મહોલ્લો, વડોદરા

ધર્મેન્દ્રભાઈ શંકરભાઈ બારોટ (ઉ.વ. 53), તુલસીબાઇની ચાલી, સલાટવાડા, વડોદરા

નાસીરમહંમદ મયુરમહંમદ શેખ (ઉ.વ. 58), સોહદ એપાર્ટમેન્ટ, નાગરવાડા, વડોદરા

Share :

Leave a Comments