સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Sikligar-caught-with-quantity-of-intoxicating-cough-syrup-from-Sayajipura-house

વડોદરા સયાજીપુરા વિસ્તારમાં નશાયુક્ત સીરપનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે દરોડો પાડી એક એજન્ટને ઝડપી પાડ્યો હતો. 

સયાજીપુરાના દત્તનગર ખાતે રહેતો મંનજીતસિંગ કરતારસિંગ સીકલીગર નશા માટે ઉપયોગમાં લેવાતી કોડીન કફ સીરપનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે તપાસ કર્યા બાદ દરોડો પાડયો હતો. જે દરમિયાન મનજીતસિંગના મકાનમાંથી કબાટમાં મૂકેલી રૂ.12941 ઉપરાંતની કિંમતની કોડીન કફ સીરપની 11 બોટલ મળી આવી હતી. આ જથ્થો કેટલા સમયથી વેચતો હતો અને કોની પાસે લાવ્યો હતો તે બાબતે પોલીસે પૂછપરછ કરતા મનજીત ગોળ ગોળ જવાબો આપતો હતો. જેથી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.

Share :

Leave a Comments