- ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં GIDC શાક માર્કેટ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. મોતનું કારણ જાણવા પોલીસે પીએમ અંગેની તજવીજ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં GIDC શાક માર્કેટ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. માંજલપુર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં મૃતક આધેડનું નામ જયેશ તાવેટીયા ઉંમર વર્ષ 52 (મૂળ બોટાદ)ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં તેઓનું મોત કઈ રીતે થયું છે તે સ્પષ્ટ જાણવા પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. માંજલપુર પોલીસે આ મોત અંગેનું કરણ જાણવા પોસ્ટમોર્ટમ અંગે વિશેરા લેવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


