કાકા સાહેબ ટેકરા પાસે ગટર ઉભરાતા રસ્તા પર ગંદુ પાણી, રહીશો રોષે ભરાયા

દાંડિયા બજારમાં ડ્રેનેજ સમસ્યાથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

MailVadodara.com - Sewage-overflows-near-Kaka-Saheb-Tekra-flooding-the-road-with-dirty-water-residents-are-outraged

- વર્ષો જૂની લાઇનથી વારંવાર સમસ્યા સર્જાય છે, 2024માં નવી ડ્રેનેજ લાઇન નાખવા મૂકાયેલી પાઈપો બાદમાં ગાયબ થઇ ગયાનો દાવો

શહેરના દાંડિયા બજારમાં આવેલા કાકા સાહેબના ટેકરા નજીક ફરી એકવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે ગંદકી અને દુર્ગંધના કારણે આસપાસના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન હોવાથી વારંવાર ગટરના પાણી બેક મારીને રસ્તા પર આવી જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ ૨૦૨૪માં નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે સ્થળ પર નવી પાઈપો મૂકાઈ હતી. પરંતું ત્યારબાદ પાઈપો ગાયબ થઈ જતા કામગીરી અભેરાઈએ ચડી ગઈ હોવાનું રહીશો જણાવી રહ્યા છે.

વધુમાં ઉમેર્યું કે ડ્રેનેજ ઉભરાતા રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જેટિંગ મશીન મોકલી ડ્રેનેજ સાફ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસો બાદ ફરીથી ગટરના પાણી ઉભરાવાની સ્થિતિ સર્જાય છે.

Share :

Leave a Comments