- મોઢા પર ઈજાના નિશાન મળ્યા, મૃતકની ઓળખ મેળવવા કવાયત
- મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા છાણી પોલીસે તપાસ શરૂ કરી
વડોદરાના જી.એસ.એફ.સી. ટાઉનશિપમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વિશ્વ મંદિર પાસે આવેલા વરસાદી કાંસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોની જાણ બાદ છાણી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસને મળેલો મૃતદેહ ડીકમ્પોઝ થયેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોઢા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ તેના પરિવારજનો સુધી પહોંચવા અને સમગ્ર ઘટનાની કડી મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


