વડોદરામાં આજથી બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ફતેહગંજ MSU ટેબલ ટેનિસ સેન્ટર ખાતે તા.26થી 28 જૂન દરમિયાન ટૂર્નામેન્ટ યોજાશે

MailVadodara.com - Second-Open-Baroda-Major-Ranking-Table-Tennis-Tournament-begins-in-Vadodara-today

- 217 ખેલાડીઓ અને 364 એન્ટ્રીઓ સાથે 19 ઇવેન્ટ્સમાં સ્પર્ધા, હોપ્સ અંડર-9 કેટેગરીનો પ્રથમ સમાવેશ

- બોયઝ, ગર્લ્સ, મેન્સ અને વુમન્સ સહિત 13 સિંગલ્સ અને વિવિધ ડબલ્સ ઇવેન્ટ્સનું આયોજન

બરોડા ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAB) દ્વારા અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT)ના ટાઇટલ સ્પોન્સરશિપ હેઠળ UTT બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું આયોજન તા.26થી 28 જૂન દરમિયાન ટીટીએબી-એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર, યુનિયન પેવિલિયન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેહગંજ ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં અંદાજે 217 ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે કુલ 364 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે.

વડોદરામાં આજથી બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ, 217 ખેલાડીઓ મેદાનમાં

ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ટેબલ ટેનિસ રમતને પ્રોત્સાહન આપવાનો તેમજ ઉભરતા ખેલાડીઓને રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા, જિલ્લા પસંદગી અને રાજ્ય રેન્કિંગ સ્પર્ધા માટે તૈયારી કરવાની તક પૂરી પાડવાનો છે. આ વર્ષે ગ્રાસરૂટ સ્તરે રમતના વિકાસને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત હોપ્સ અંડર-9 બોયઝ અને ગર્લ્સ એમ બે નવા વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં કુલ 19 ઇવેન્ટ્સ યોજાશે. જેમાં બોયઝ, ગર્લ્સ, મેન્સ અને વુમન્સની 13 સિંગલ્સ ઇવેન્ટ્સ ઉપરાંત ત્રણ વેટરન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને જમ્બલ્ડ ડબલ્સનો સમાવેશ થાય છે.

સ્પર્ધાનો પ્રારંભ 26 જૂને બપોરે 12 વાગ્યે હોપ્સ અંડર-11 બોયઝ ઇવેન્ટથી થશે. ત્યારબાદ કેડેટ અંડર-13, સબ-જુનિયર અંડર-15, જુનિયર અંડર-17, જુનિયર અંડર-19 બોયઝ તેમજ સાંજે 7 વાગ્યે મેન્સ સિંગલ્સની સ્પર્ધા યોજાશે. 27 જૂને બપોરે 230 વાગ્યાથી તમામ ગર્લ્સ ઇવેન્ટ્સ શરૂ થશે, જ્યારે 28 જૂને સવારે 830 વાગ્યાથી વેટરન્સ ઇવેન્ટ્સ રમાશે.

મેન્સ સિંગલ્સમાં વેદ પંચાલને પ્રથમ, કૃશય શાહને બીજા, ચિરાગ ગોલાણિયાને ત્રીજા અને તીર્થ સોનીને ચોથા ક્રમાંકનું સીડિંગ આપવામાં આવ્યું છે. જ્યારે વુમન્સ સિંગલ્સમાં શેલી પટેલ ટોચના સીડ તરીકે ઉતરશે. તેમના પછી કૃષ્ણા પટેલ, મહેક શેઠ અને જુહી વસાવડાને અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમનું સીડિંગ આપવામાં આવ્યું છે.

Share :

Leave a Comments