છાણીમાં ભારવાહક વાહનના દસ્તાવેજો અંગે વિવાદ થતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી, ફરિયાદ નોંધાઈ

ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરવાના મામલે બે શખ્સોની અટકાયત કરાઈ

MailVadodara.com - Scuffle-with-traffic-police-personnel-in-Chhani-following-a-dispute-over-documents-for-a-goods-vehicle-complaint-registered

- ફરજ પર ટ્રાફિક કર્મચારીઓ સાથે વાહનચાલક અને તેની સાથે આવેલા શખ્સોની બોલાચાલી

- ઘટનાનો વીડિયો વાયરલ, બંને શખ્સોનો માફી માગતો વીડિયો પણ પોલીસે જાહેર કર્યો

વડોદરાના છાણી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી અને બોલાચાલી થયાની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે થયેલી ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે છાણી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદના આધારે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા તે દરમિયાન એક ભારવાહક વાહનના ચાલક અને તેની સાથે આવેલા શખ્સો સાથે વાહનના દસ્તાવેજો તથા પરમિશન અંગે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, પોલીસે બંને શખ્સોનો માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો છે.


Share :

Leave a Comments