વડોદરા શહેરના સાવલી પોલીસ સ્ટેશનની ટીમે બે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ મામલે પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાવલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ચૌહાણ અને ટીમે બાતમીના આધારે શંકાસ્પદ લાગતા બંને આરોપીઓને ઝડપી પૂછપરછ કરી ત્યારે તેઓએ ગુનાઓની કબૂલાત આપી હતી. સાવલી પોલીસ મથકમાં આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોધાઈ હતી જેમાં આ બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી ફિરોજભાઈ ઈસુબભાઈ મલેક ( ઉંમર 30 વર્ષ, રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા) અને સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મલેક (ઉંમર 38 વર્ષ , રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા)ને ઝડપી બે બાઈક કબજે લેવામાં આવી છે.


