વડીવાડી વિસ્તારમાં આવેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા 4 મહિનાથી બંધ, નાગરિકોમાં ભારે રોષ

સરદારબાગ સ્વિમિંગ પૂલના સભ્યોની લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પૂલ શરૂ કરવાની માગ

MailVadodara.com - Sardarbagh-swimming-pool-in-Wadiwadi-area-has-been-closed-for-the-last-4-months-causing-huge-anger-among-the-citizens

- કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલમાં જમીનમાંથી પાણી ફૂટી રહ્યું છે, જેથી સમારકામ ન થાય ત્યાં સુધી સ્વિમિંગ પૂલ શરુ કરવો યોગ્ય જણાતો નથી!!

શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે સભ્યોએ મ્યુનિસિપલ કમિશ્નર, કલેકટર તથા સ્વિમિંગ પૂલના ઇન્ચાર્જ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પૂલ શરૂ કરવાની માગ કરી છે.

સભ્યોનું કહેવું છે કે, સરદારબાગ સ્વિમિંગ પૂલ માટે એક વર્ષની માન્યતા ધરાવતા પાસ માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ખાસ કરીને મહિલા સભ્યો સ્વિમિંગ માટે જઈ શકતા ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

વધુમાં ઉમેર્યું છે કે, સ્વિમિંગ પૂલ બંધ હોવાથી સભ્યોએ કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે જવું પડે છે, જે તેમના ઘરથી ઘણું દૂર હોવાથી રોજિંદી દિનચર્યા પર અસર થાય છે તેમજ સમય અને નાણાંનો વ્યય થાય છે. ચોમાસા દરમિયાન તાત્કાલિક વ્યવસ્થા રૂપે કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં જવાની સહમતી આપવામાં આવી હતી, પરંતુ ચોમાસું પુરુ થયાને ચાર મહિના વીતી જવા છતાં સ્વિમિંગ પૂલ હજુ સુધી શરૂ ન થતાં રોષ જોવા મળી રહ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલમાં જમીનમાંથી પાણી ફૂટી રહ્યું છે. જેથી સમારકામ ન થાય ત્યાં સુધી શરુ કરવો યોગ્ય જણાતો નથી. કારણ કે, ભવિષ્યમાં તેજગ્યાએ પોલાણ વધે તેવી શક્યતા છે. આ અંગે વોર્ડ કચેરીએ જાણ કરાઈ છે, સમારકામ ન થઈ શકે એવું હોયતો સ્વિમિંગ પૂલનું નવીનીકરણ હાથ ધરાશે.

Share :

Leave a Comments