- ACPના ગનમેને SRP જવાનને પકડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા
- SRP જવાન પાસેથી રાયફલ તથા 20 જીવતા કારતૂસ લઈ સિનિયર PSIને અધિકારીની હાજરીમાં સોંપાઇ
વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન કોઇ પોલીસ તંત્ર દ્વારા પોલીસ અને એસઆરપી સહિતની વિવિધ એજન્સીઓના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ વિસ્તારોમાં અધિકારી દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે પોઇન્ટ પર વિઝિટ પણ કરાતી હોય છે. ત્યારે હરણખાના રોડ પર આવેલા એસઆઇપી પોઇન્ટ પર એક એસઆરપી જવાનો પીધેલા હાલતમાં પકડાયો હતો. જેથી તેના વિરુદ્ધ પીધેલાનો કેસ દાખલ કરાયો છે.
દાહોદ જિલ્લાના સીમળીયા બુજર્ગ ગામે રહેતા સબુરભાઈ ગમાભાઈ પરમાર પાવડી ખાતે એસઆરપી ગ્રૂપ 4માં નોકરી કરે છે. હાલમાં ગણપતિ ઉત્સવો ચાલી રહ્યો હોય સુબરભાઇ પરમારને પાણીગેટ વિસ્તારમાં હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સ્ટોર એસઆરપી ચોકી ખાતે ફરજ સોંપવામાં આવી હતી. આ પોઇન્ટ પર રાઇફલ અને જીવતા કારતુસ સાથે ફરજ બજાવતા એસઆરપી જવાન ચેકિંગ માટે એસીપીએ વિઝિટ કરી હતી.
આ દરમિયાન આ એસઆરપી જવાન પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. જેથી એસીપીના ગનમેન દ્વારા આ એસઆરપી જવાનને પકડીને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા. પાણીગેટ પોલીસે એસઆરપી જવાન પાસેથી રાયફલ તથા 20 જીવતા કારતૂસ લઈને સિનિયર પીએસઆઇને અધિકારીની હાજરીમાં સોંપવામાં આવ્યા છે અને એસઆરપી જવાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.


