ચરસના કેસમાં 14 વર્ષની સજા થતાં પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપીને એસઓજીએ ઝડપી પાડયો

વડોદરા એસઓજીએ પાદરા કેનાલ પાસે મીરા રેસિડેન્સીમાંથી તેને ઝડપી પાડયો

MailVadodara.com - SOG-nabs-absconding-accused-who-was-released-on-parole-after-serving-14-years-in-a-hashish-case

- વર્ષ 2023માં આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ અને અઝીમુદ્દીન અંસારી જેતલપુર ગરનાળા પાસેથી 4.62 લાખના ડ્રગ્સ અને રોકડ સાથે ઝડપાયા હતા

- આ કેસમાં કોર્ટે બંનેને ૧૪ વર્ષની સખ્ત કેદ અને બે લાખનો દંડની સજા ફટકારી હતી

ચરસના કેસમાં ૧૪ વર્ષની કેદની સજા પામેલા અને પેરોલ પર છૂટીને ભાગી છૂટેલા આરોપીને વડોદરા એસઓજીએ ઝડપી પાડયો છે.


વડોદરા પોલીસે જાન્યુઆરી-૨૦૨૩માં જેતલપુર ગરનાળા પાસેથી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ (રહે.લાલ અખાડા નજીક, ફતેપુરા) અને અઝીમુદ્દીન અંસારી (રહે. બિહાર)ને ઝડપી પાડી ૪.૬૨ લાખનું ચરસ, રોકડ વગેરે મળી કુલ રૂપિયા ૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં બીજા પણ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ દરમિયાનમાં શાહનવાજે પત્નીની માંદગીના મુદ્દે પાંચ દિવસના પેરોલ મેળવ્યા હતા.જે અંતર્ગત તેને તા.૯-૭-૨૫ના રોજ હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો નહતો અને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ કોર્ટે આ કેસમાં શાહનવાઝ અને અઝીમુદ્દીનને ૧૪ વર્ષની સખ્ત કેદ અને બે લાખનો દંડની સજા ફટકારી હતી. જેથી પોલીસ સજા પામેલા શાહનવાજને શોધી રહી હતી. એસઓજીએ પાદરા કેનાલ પાસે મીરા રેસિડેન્સીમાંથી તેને ઝડપી પાડયો હતો.

Share :

Leave a Comments