પલાસવાડા પાસેથી ગ્રામ્ય એલસીબીએ રૂપિયા 23 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી, ચાલકની ધરપકડ

પલાસવાડા ફાટક આગળ ડભોઈ તરફ જતા રોડ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Rural-LCB-seizes-truck-loaded-with-liquor-worth-Rs-23-lakh-near-Palaswada-driver-arrested

- ટ્રકમાં તાલપત્રી હટાવી તપાસતા ફાટેલી ખાલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો સંતાડેલો હતો 

પોલીસે રૂપિયા 23.04 લાખનો વિદેશી દારૂ, ટ્રક કિં.રૂ.10 લાખ, મોબાઇલ સહિત રૂપિયા 33.10 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાયર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરાથી ડભોઇ તરફ જતા વિદેશી દારૂ ભરેલી ટ્રકને ગ્રામ્ય એલસીબીની ટીમે પલાસવાડા પાસેથી ઝડપી પાડી રૂ. 23.04 લાખના દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે ટ્રકચાલકની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યાં છે. ફાટેલી થેલીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.

વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની મોટા ભાગે હેરાફેરી થતા રહેતી હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂની હેરાફેરી રોકવા સાથે બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ગ્રામ્ય એલસીબીની પોલીસની ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવતું હતું.


પોલીસને બાતમી મળી હતી કે, ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને આ ટ્રક વડોદરા તરફથી ડભોઈ જવાની છે, જેના આધારે એલસીબી ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પલાસવાડા ફાટક આગળ ડભોઈ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા એલસીબીની ટીમે ઝડપી પાડી હતી.

ટ્રકમાં ડ્રાઈવર રાહુલકુમાર રામસીંગ જાટવ (રહે. પ્રતાપપુરા, ઇંન્દ્રજીત ગડી, તા.કાશીપુર જિ.ઉધમસિંગ નગર, રાજ્ય- ઉત્તરાખંડ)ને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખીને ટ્રકમાં પાછળ બાંધેલી તાલપત્રી હટાવી તપાસ કરતા મીણીયાની ફાટેલી ખાલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે રૂ.23.04 લાખનો વિદેશી દારૂ, ટ્રક કિં.રૂ.10 લાખ, મોબાઇલ સહિત રૂપિયા 33.10 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીએ આરોપીને દારૂનો કયાંથી ભરી લઇ આવ્યો હતો અને કોને આપવાનો હતો? તે બાબતે પૂછપરછ કરતા દેવ રાઠવાએ મધ્યપ્રદેશના ભાભરા ખાતેથી દારૂ ભરેલી ટ્રક આપી હતી. તેના કહ્યા મુજબના રૂટ ઉપરથી આવી વડોદરાથી કપુરાઈ ચોકડી થઈ ડભોઈ તરફ આવવાનું હતું. દારૂના સપ્લાયર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments