સાંસરોદ નવીનગરી પાસેથી ગ્રામ્ય LCB પોલીસે દારૂ ભરેલા કન્ટેનર સાથે એકને ઝડપી પાડ્યો, એક વોન્ટેડ

ભરૂચથી આવતું દારૂ ભરેલું કન્ટેનર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે ઝડપી પાડ્યું

MailVadodara.com - Rural-LCB-police-nab-one-with-liquor-container-near-Sansrod-Navinagari-one-wanted

- વિદેશી દારૂ, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૂપિયા 14,87,320ના મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ સહિત આરોપી, મોબાઈલ અને કન્ટેનર મળી કુલ 14.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

વડોદરા ગ્રામ્ય LCB ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ખરસાણ અને ટીમ મોહરમ તહેવાર નિમિત્તે વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન LCB ટીમના અ.હે.કો. ખોડાભાઈ રાણાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફથી પાલેજ થઈ નારેશ્વર તરફ જઈ રહ્યો છે.

Bharuch Container Seized: Millions in Foreign Liquor, One Arrested |  Vadodara Rural LCB

બાતમીના આધારે LCB ટીમે સાંસરોદથી નારેશ્વર જવાના રોડ પર, સાંસરોદ નવીનગરી પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું કન્ટેનર આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યું હતું. કન્ટેનરની તપાસ કરતા તેમાંથી ડ્રાઈવર એકલો જ મળી આવ્યો હતો. આરોપી દાનિશખાન મોબીનખાન જાતે ખાન (પઠાણ) (રહે. ઉમરખા ગામ, થાણા અખંડ નગર, તા.કાદિપુર, જી.સુલતાનપુર -UP)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

કન્ટેનરની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૂપિયા 14,87,320ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઝડપાયેલા ડ્રાઈવર દાનિશખાન પઠાણ તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેન્દ્ર નામના ઇસમ વિરૂદ્ધ વલણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments