સુભાનપુરાના જ્વેલર્સે APK ફાઇલ ડાઉનલોડ કરતાં 4.17 લાખ ઉપડી ગયા, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

બાબુભાઈ જ્વેલર્સના ચેતનકુમાર સોનીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Rs-4-17-lakh-siphoned-off-after-Subhanpura-jeweler-downloaded-an-APK-file

- સુભાનપુરાના જ્વેલરી વેપારી પાસે મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી 1 સપ્ટેમ્બરે ફાઇલ આવી હતી

- ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી 4.17 લાખ ઉપડી ગયા હતા

સાયબર ઠગોએ હવે વેડિંગ ઇન્વિટેશનના નામે ફાઇલ મોકલીને બેંક ખાતાં ખાલી કરવાનો નવો કીમિયો અજમાવ્યો છે. વડોદરા શહેરના સુભાનપુરાના 59 વર્ષીય જ્વેલરી વેપારીએ મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી આવેલી wedding invitation.apk ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ 4.17 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જ્વેલર્સને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને બાબુભાઈ જ્વેલર્સની દુકાન ધરાવતા ચેતનકુમાર સોનીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 10 સપ્ટેમ્બરે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ પર બેંક ખાતામાંથી રકમ ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. 4.17 લાખ રૂપિયા પાંચ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી ઉપડી ગયા હતા.

રકમ ઉપડી ગયાની જાણ થતાં વેપારીએ તાત્કાલિક બેંક ઓફ બરોડાની સુભાનપુરા શાખાના મેનેજરનો સંપર્ક કરી ખાતું ફ્રીઝ કરાવ્યું હતું. ત્યારબાદ બેંકમાં ફરિયાદ કરી હતી. વેપારીના મોબાઇલની તપાસ દરમિયાન wedding invitation.apk નામની ફાઇલ મળી હતી. 1 સપ્ટેમ્બરે તેમના મિત્રના વોટ્સએપ નંબર પરથી આ ફાઇલ આવી હતી. ફાઇલ ઓપન કરવાનો પ્રયાસ કરતાં તે ખૂલી નહોતી. બાદમાં મિત્રનો સંપર્ક કરતાં તેમનો મોબાઇલ હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું. હેક થયેલા વોટ્સએપ નંબર પરથી આવેલી APK ફાઇલ અને ત્યારબાદ ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હોય છે તેની તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments