- ૬૦ મેમ્બરના ગ્રૂપમાં પહેલા ગૃહિણીને જોઇન્ટ કરી નફો કમાવવાની લાલચ આપી
ગૂગલ પર ટાસ્ક પૂરો કરી મોટો નફો થવાની લાલચ આપી ગૃહિણી પાસેથી ૨.૩૭ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
આજવા રોડ ભાગ્યલક્ષ્મી ટાઉનશિપ પાછળ એમેઝોન રેસિડેન્સીમાં રહેતા હેતલબેન સુનિલભાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત નવેમ્બર ૨૦૨૪ માં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા મોબાઇલ નંબરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. જેમાં ૬૦ મેમ્બર હતા. ગ્ુ્રાપમાં મેસેજ આવતા હતા કે, તમે ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી રૂપિયા કમાઇ શકો છો. તેમજ સારા નફો થયો હોવાના સ્ક્રીન શોટ પણ કેટલાક લોકો ગ્ુ્રાપમાં મૂકતા હતા.
બે દિવસ પછી મેં પણ ગ્ુ્રાપમાં મેસેજ કર્યો હતો કે, મારે પણ આ કામ કરવું છે. ત્યારબાદ મને અન્ય એક નંબર આપી બીજા ગ્ુ્રાપમાં જોઇન્ટ થવા જણાવ્યું હતું. નવા ગ્રૂપમાં મારૂં નામ, ઉંમર, જાતિ, નોકરી તથા સરનામું તેમજ બેન્કના યુ.પી.આઇ.ની વિગતો માગી હતી. તેઓએ ટાસ્ક ખરીદવા માટે જુદી જુદી આઇ.ડી. આપી ૨.૩૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેઓએ રોકાણ કે નફાના રૂપિયા પરત કર્યા નહતા. પોલીસે મોબાઇલ નંબર તેમજ એકાઉન્ટ નંબરના આધારે ૧૩ અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.


