વડોદરાના મારુતીનગરમાં મકાનમાંથી રૂપિયા 1.95 લાખની ચોરી, અજાણ્યો શખ્સ ફરાર

આજવા રોડ પર રાત્રે ઘરમાં ઘૂસીને રોકડ અને મોબાઈલની ચોરી

MailVadodara.com - Rs-1-95-lakh-stolen-from-a-house-in-Marutinagar-unidentified-person-absconds

- તિજોરીમાંથી રોકડા 1.90 લાખ અને 5 હજારનો મોબાઈલ પણ ગાયબ

વડોદરાના સયાજી ટાઉનશીપ રોડ પર મારૂતીનગર ખાતે એક મકાનમાંથી અજાણ્યો ચોર ઇસમ રૂ.1,95,000ની મત્તા ચોરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મારુતીનગર, સરસ્વતી વિદ્યાલયની બાજુમાં રહેતા અને કલરકામનો ધંધો કરતા સુમીરન પ્યારે સહાની (ઉં.વ. 47) પોતાના પરિવાર સાથે રહ્યાં છે. ગત તારીખ 07/10/2026ના રોજ રાત્રે તેઓ પરિવાર સાથે જમીને સૂઈ ગયા હતા. તે સમયે મકાનના મુખ્ય દરવાજાને લોક માર્યું ન હોવાથી, રાત્રિના આશરે 300 વાગ્યાના સુમારે ઘરમાં જોરથી અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને સુમીરનની દીકરી જાગી જતાં ઘરમાંથી એક અજાણ્યો શખ્સ ભાગતો નજરે પડ્યો હતો.

ત્યારબાદ પરિવારજનોએ તપાસ કરતા ઘરની તિજોરી ખુલ્લી મળી આવી હતી. તિજોરીમાંથી રોકડા રૂ.1,90,000 તથા દીકરીનો રૂ.5,000ની કિંમતનો મોબાઈલ ફોન ગાયબ હતા. આમ, અજાણ્યો ચોર કુલ રૂ.1,95,000ની મત્તા ચોરીને ભાગી ગયો હતો.

Share :

Leave a Comments