વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ

મહિલા પેસેન્જર સાથે બેહુદુ વર્તન કરનાર રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો હતો

MailVadodara.com - Rickshaw-driver-arrested-for-abusing-two-female-passengers-in-Vadodara-railway-station-area

વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મહિલા પેસેન્જર સાથે બેહુદુ વર્તન કરનાર રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ થતાં પોલીસે તેને શોધી કાઢી કાર્યવાહી કરી છે.

રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નાગરવાડા જવા માટે બેઠેલી બે મહિલા સાથે રીક્ષા ચાલકે રકઝક કરી ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ રીક્ષા ચાલકે અધવચ્ચે રીક્ષા ઉભી રાખી હતી અને ઉતરીને સામેના રસ્તે ગયો હતો. મહિલાઓએ તેમને મોડું થતું હોવાથી જલ્દી રીક્ષા ઉપાડવા કહેતા રીક્ષા ચાલક અકળાયો હતો અને ગાળા ગાળી કરી બંને મહિલાઓને અધવચ્ચે ઉતારી દીધી હતી.

સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતા સયાજીગંજ પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરી ચિરાગ દિલીપભાઈ શર્મા (લક્ષ્મણ ભરવાડ ની ચાલી,કિશનવાડી) ની અટકાયત કરી હતી. રીક્ષા ચાલકે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગી હતી.

Share :

Leave a Comments