વારસિયા રીંગ રોડ પર મહિલાના ટુ વ્હીલર પર લટકાવેલું પર્સ લઈ રીક્ષા ચાલક ફરાર

સમાજ સેવિકા મહિલા પાઈનેપલ ખરીદવા માટે લારી પાસે ઉભા હતા

MailVadodara.com - Rickshaw-driver-absconds-with-purse-hanging-from-womans-two-wheeler-on-Warsia-Ring-Road

વડોદરાના ખોડીયાર નગર વિસ્તાર પાસે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપમાં રહેતા સમાજ સેવિકા નેહાબેને વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 30મી તારીખે સવારે 11.30 વાગે હું મારું ટુ વ્હીલર પર મારી દીકરીને લઈને સિટીમાં દાગીના તથા કપડાની ખરીદી માટે ગઈ હતી. ત્યાંથી નાગરવાડા નવી ધરતીમાં મારા મામાના ઘરે રોકાઈને રાત્રે જમી પરવારીને 11.30 વાગે અમે ઘરે જતા હતા. 

વારસિયા રીંગ રોડ પર ધવલ ચાર રસ્તા પાસે પાઈનેપલ ખરીદવા માટે અમે ઉભા હતા તે દરમિયાન એક રીક્ષા ચાલક મારા વાહન પર લટકાવેલું પર્સ લઈને ભાગી ગયો હતો. અમે તેનો પીછો કર્યો હતો પરંતુ તે મળી આવ્યો ન હતો. પાકીટમાં 50,000 રોકડા તથા મોબાઇલ ફોન હતો.

Share :

Leave a Comments