અટલાદરાના નાના અટલ ગાર્ડનમાં સોલાર પેનલની કામગીરી સામે રહીશોનો વિરોધ, રાત્રે કામ અટકાવ્યું

સોલાર પ્રોજેક્ટને લઈને અટલાદરાના રહીશો અને પાલિકા સામસામે...!

MailVadodara.com - Residents-of-Atladara-oppose-solar-panel-installation-work-at-Nana-Atal-Garden-work-halted-at-night

- નાના બગીચામાં ખુલ્લી જગ્યા જળવાય તેવી માગ, કામગીરી આગળ વધારાશે તો આંદોલનની ચીમકી

- મોટા સ્થળે પ્રોજેક્ટ ખસેડવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યાવરણને અનુકૂળ બનાવવા અને અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારવાના હેતુથી વિવિધ બાગ-બગીચાઓમાં સોલાર ટ્રી તથા સોલાર પેનલો સ્થાપિત કરવાનું એક વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા દ્વારા ગ્રીન એનર્જી પ્રોત્સાહિત કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા અટલાદરાના સ્થાનિક રહીશો માટે આ કામગીરી ચિંતાનું કારણ બની છે.

વડોદરાના અટલ ગાર્ડનમાં સોલાર ટ્રી ઇન્સ્ટોલેશન મામલે રહીશોનો વિરોધ : કામગીરી  અટકાવી | Gujarat Samachar

અટલાદરામાં આવેલું અટલ ગાર્ડન જે સમગ્ર શહેરના સૌથી નાના બગીચાઓમાંથી એક ગણાય છે, ત્યાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ અને અસંતોષની લાગણી જન્મી છે. ગત(10 સપ્ટેમ્બર) રાત્રે જ્યારે મહાનગરપાલિકાની ટીમ અને સંબંધિત અધિકારીઓ આ ગાર્ડનમાં સોલાર પેનલ સંબંધિત કામગીરી અને માળખાકીય સેટઅપ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં એકઠા થયેલા સ્થાનિક રહીશોએ કામગીરીનો વિરોધ કરી તેમને સ્થળ પર જ અટકાવી દીધા હતા.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અટલ ગાર્ડનનું ક્ષેત્રફળ પહેલેથી જ ખૂબ જ મર્યાદિત છે અને તે આસપાસની સોસાયટીઓના બાળકો, મહિલાઓ તથા વડીલો માટે એકમાત્ર ઉપલબ્ધ ખુલ્લી જગ્યા છે. આ નાના બગીચામાં જો મોટા કદના સોલાર ટ્રી અથવા સોલાર પેનલના માળખા ઊભા કરી દેવામાં આવે, તો બાળકો માટે રમવાની જગ્યા છીનવાઈ જશે અને વડીલો માટે સવાર-સાંજ ચાલવા કે બેસવા માટેની જગ્યા નહિવત થઈ જશે.

Atladara Atal Garden Solar Panel Controversy; Vadodara Residents Protest

તદુપરાંત, પેનલોના કારણે ગાર્ડનની ખુલ્લી જગ્યા રોકાઈ જવાથી અકસ્માત કે ઈજા થવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પાલિકાએ આવા પ્રોજેક્ટ્સ મોટા ગાર્ડન અથવા સરકારી સાર્વજનિક મિલકતોની ખુલ્લી છતો પર હાથ ધરવા જોઈએ, ન કે આટલા નાના બાળકોના રમતગમતના બગીચામાં. રાત્રિ દરમિયાન થયેલા આ ઘટનાક્રમ બાદ આક્રોશિત નાગરિકોના ટોળાએ કામગીરી બંધ કરાવી દીધી હતી અને આ અંગે સંગઠિત થઈને વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં સ્થાનિકોએ સ્પષ્ટ માગણી કરી છે કે અટલ ગાર્ડનની મૂળભૂત ઉપયોગિતા જાળવી રાખવા માટે અહીંથી સોલાર પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અથવા તેને અન્ય કોઈ યોગ્ય અને મોટા સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવે. ગાર્ડનમાં જ્યાં અવાવરું જગ્યા છે ત્યાં પેનલ મુકાય તો કોઈ તકલીફ નથી. જો પાલિકા તંત્ર દ્વારા નાગરિકોની આ વ્યાજબી રજૂઆતને ધ્યાન પર લેવામાં નહીં આવે અને કામગીરી બળજબરીપૂર્વક આગળ ધપાવવાનો પ્રયાસ કરાશે, તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા વધુ ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Share :

Leave a Comments