રણોલીના પેટ્રોલ પંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

રણોલી વિસ્તારમાં એચપી પંપ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રગિરીએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Ranoli-petrol-pump-employee-and-his-father-filled-diesel-in-vehicles-and-transferred-Rs-35-lakhs

રણોલીના પેટ્રોલપંપ ઉપર એક ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઉધારમાં ડીઝલ પુરાવ્યા બાદ રૂ.૩૫.૮૫ લાખ ચાંઉ કરી જનાર કર્મચારી અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રણોલી વિસ્તારમાં એચ પી પંપ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રગિરીએ પોલીસને કહ્યું છે કે,મારી મદદમાં રહેતા અભિષેક ઉર્ફે બોબી સંતોષભાઇ શુક્લાને ઉઘરાણી માટે કામ સોંપેલું હતું.તેણે સોમનાથ રોડવેઝના જીજ્ઞોશ પટેલના વાહનોમાં જાન્યુ- ૨૦૨૪થી ઉધાર ડીઝલ પુરાવી તેની તમામ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. ઓડિટ દરમિયાન વિગતો બહાર આવતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.આ કામ અમારે ત્યાં અગાઉ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેના પિતા સંતોષ રમાકાન્ત ભાઇ શુક્લાના કહેવાથી કર્યું હોવાની માહિતી ખૂલી છે.આ રકમમાંથી મામા માટે એક કાર અને ટેમ્પો ટ્રાવેલર ખરીદ કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.

Share :

Leave a Comments