વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ કરાઇ

લકી ચાઇનીઝ અને સુબા ઇલાઇટ રેસ્ટોરન્ટમાંથી 18 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો નાશ કરાયો

MailVadodara.com - Random-checking-of-food-branches-in-various-areas-of-Vadodara-city-110-food-units-were-inspected

- ચેકિંગ દરમિયાન 5 રિટેલર, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ, 2 કેટરિંગ અને 1 રેસ્ટોરન્ટ સહિત કુલ 9 યુનિટમાંથી બેસન, પનીર હાંડી, છોલે, બાર મિલ્ક, વેજ બિરયાની, રોટલી, ઘી, ગાયનું દૂધ, જલેબી, ઉંધીયું, કેસરી પેંડા, સેવખમણી સહિત કુલ 19 નમૂનાઓ લેવાયા

વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીનો વેપાર કરતા એકમો પર આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરના ઉમા ચાર રસ્તા, કારેલીબાગ, ન્યુ વી.આઈ.પી. રોડ, અમીતનગર સર્કલ, ખીસકોલી સર્કલ, ગોરવા, જી.આઈ.ડી.સી., મકરપુરા ડેપો પાછળ અને છાણી સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 5 રિટેલર, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ, 2 કેટરિંગ અને 1 રેસ્ટોરન્ટ સહિત કુલ 9 યુનિટમાંથી ચોકો ડિલાઇટ કેક, ક્લાસિક ડિલાઇટ કેક, બેસન, ચોખા, પનીર હાંડી, છોલે, બાર મિલ્ક, વેજ બિરયાની, રોટલી, ઘી, ગાયનું દૂધ, ખજુરનો હલવો, જલેબી, ડ્રાય કચોરી, ઉંધીયું, કેસરી પેંડા, સેવખમણી અને ચોકલેટ બરફી સહિત કુલ 19 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

શહેરની મહારાણી સ્કૂલ, માંડવી ચાર દરવાજા, ગાજરાવાડી, સીધ્ધનાથ રોડ, કિશનવાડી, વાડી, રાવપુરા ટાવર, સુર્યનારાયણ મંદિર, રેલ્વે સ્ટેશન નજીક હીરકબાગ, જનમહલ એસ.ટી. ડેપો, વગેરે વિસ્તારોમાં આવેલા ખાદ્ય યુનિટોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 36 હોકર, 29 રિટેલર, 16 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ અને 20 રેસ્ટોરન્ટ સહિત કુલ 101 યુનિટમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 

માંડવી પાણીગેટ વચ્ચે આવેલ લકી ચાઇનીઝ નામની યુનિટમાંથી 10 કિલો રંગીન ચીકનનો જથ્થો અખાદ્ય જણાતાં નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફતેગંજ વિસ્તારમાં આવેલા સુબા ઇલાઈટ રેસ્ટોરન્ટમાંથી 8 કિલો અખાદ્ય માંસનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments