ટ્રેનોમાં સ્નેચિંગ અને લેડિઝપર્સની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3ને રેલવે LCBએ ઝડપ્યા

રેલવે LCBની ટીમે બાતમી આધારે જેતલબ્રિજ નીચે રેલવે પાટા પાસે બેઠેલા ૩ને ઝડપી પાડ્યા હતા

MailVadodara.com - Railway-LCB-arrests-3-members-of-interstate-gang-involved-in-snatching-and-stealing-ladies-purses-in-trains

- પોલીસે રોકડ, મોબાઈલ સહિત 37,980ના મુદ્દામાલને જપ્ત કર્યો

- આરોપી અજયસિંહ ઉર્ફે ફોગટીયો રાજ્યના વિવિધ પોલીસ મથકમાં 15 ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું

સમગ્ર રાજ્યમાં રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવી રહેલ મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવેમાં સ્નેચિંગ અને લેડિઝપર્સની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઈસમોમાં એક આરોપી અગાઉ રાજ્યના વિવિધ પોલીસ મથકમાં 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવી છે.


આ કાર્યવાહીમાં વડોદરા રેલવે LCBની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા રેલ્વે સ્ટેશનના દક્ષીણ છેડે જેતલપુર બ્રિજ નીચે રેલવેના પાટા પાસે ત્રણ શખ્સ બેઠાં છે. જે ટ્રેનોમાં ચોરીઓ કરતા હોવાની માહિતીના આધારે તપાસ કરતા ત્રણેયને પકડી પૂછપરછ કરતા દાહોદ રેલવે પોલીસ મથકના 2, આણંદ રેલવે પોલીસ મથકના 1 ગુનાઓને ડિરેકટ કર્યો છે.

આ કાર્યવાહીમાં રેલવે પોલીસે આરોપી પંકજસિંહ ઉર્ફ પવન લક્ષ્મીનારાયણ જાતે.ઠાકુર (ઉં.વ.27, ધંધો. રિક્ષા ડ્રાયવર, હાલ રહે.મકાન નં 54, પેન્ડવાળી ગલી, ગોવર્ધન, થાના,ગોવર્ધન, જી.મથુરા, મુળ રહે.ગામ.કોહો, થાના.ફરેહ, જિ.મથુરા (ઉત્તર પ્રદેશ), અજયસિંહ ઉર્ફે ફોગટીયો ભીખારામ જાતે.મીણા (ઉં.વ.31, ધંધો મજુરી, રહે. પુરા મહોલ્લો ટાવર પાસે, ખુબનગર, તા.જિ.કરૌલી (રાજસ્થાન), બાતેખા ઉર્ફે રાજુ મુરૈના પાસમાનખા જાતે.પઠાણ (ઉં.વ.30, ધંધો.મજુરી, રહે.ગામ.રામપુર, થાના રામપુર, તા.સબરગઢ, જિ.મુરૈના (મધ્ય પ્રદેશ)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ સહિત રૂપિયા 37,980ના મુદ્દામાલને જપ્ત કર્યો છે. આરોપી અજયસિંહ ઉર્ફે ફોગટીયો વડોદરા રેલવે પોલીસ મથક, આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં બે, નડિયાદ, ભરૂચ અને વડોદરા રેલવે પોલીસ મથકમાં 15 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

Share :

Leave a Comments