વડોદરામાં RTOએ જૂનમાં 2,646 કેસ કરી રૂ.1.06 કરોડનો દંડ વસૂલ્યો, સૌથી વધુ નો-પાર્કિંગના કેસ

આરટીઓની ટ્રાફિક નિયમન કામગીરીમાં કરોડની કાર્યવાહી

MailVadodara.com - RTO-registered-2646-cases-and-collected-fines-amounting-to-1-06-crore-in-June

- ઓવરલોડ વાહનો સામે રૂપિયા 31 લાખથી વધુ દંડ, પરમિટ વગરના વાહનો પાસેથી રૂપિયા 11.62 લાખ વસૂલાયા, વિવિધ નિયમો હેઠળ દંડ ફટકારાયો

વડોદરા શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે આરટીઓ દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન મોટર વાહન અધિનિયમના ભંગ બદલ કુલ ૨,૬૪૬ કેસો કરી રૂા.૧,૦૬,૩૮,૨૦૪નો દંડ ફટકારવામાં આવ્યો છે.

દરજીપુરા સ્થિત આરટીઓની કાર્યવાહીમાં નો-પાર્કિંગના સૌથી વધુ ૭૪૯ કેસ નોંધાયા છે, જ્યારે પીયુસી વગર વાહન ચલાવતા ૫૧૪ વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વિના ૩૪૪, થર્ડ પાર્ટી વીમા વગર ૩૪૩ અને પરમિટ વિના દોડતા ૩૩૯ વાહનો સામે પણ કાર્યવાહી કરાઈ છે.

ઓવરલોડ વાહનો સામે સૌથી વધુ રૂા.૩૧ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, પરમિટ વગરના વાહનો પાસેથી રૂા.૧૧.૬૨ લાખ, ડ્રાઇવિંગ લાયસન્સ વગર રૂા.૯.૨૫ લાખ, ઓવર ડાયમેન્શન વાહનો પાસેથી રૂા.૮.૬૭ લાખ, ફિટનેસ વગરના વાહનો પાસેથી રૂા.૬.૭૬ લાખ અને થર્ડ પાર્ટી વીમા વગરના વાહનો પાસેથી રૂા.૬.૮૬ લાખનો દંડ વસૂલાયો છે.

આ ઉપરાંત, વ્હાઇટ એલઇડી લાઇટ, બુલ બાર, હેલ્મેટ અને સીટબેલ્ટનો ભંગ, બેફામ અને ભયજનક ડ્રાઇવિંગ, ટેક્સ વગરના વાહનો, નંબર પ્લેટ વિનાના વાહનો, વધારાના મુસાફરો સાથેનો પ્રવાસ સહિતના વિવિધ નિયમો બદલ પણ કાર્યવાહી કરાઈ છે.

Share :

Leave a Comments