અટલાદરામાં બ્લિન્કિટ કંપનીના કર્મચારીઓ વચ્ચે જાહેરમાં મારામારી, ત્રણની ધરપકડ

જાહેરમાં મારામારી કરતા કેટલાક ઈસમોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

MailVadodara.com - Public-fight-between-employees-of-Blinkit-company-in-Atladara-three-arrested

- અટલાદરા પોલીસે ઝઘડામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપીને કાન પકડાવ્યા


વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગઈ કાલે બ્લિન્કિટ કંપનીના કર્મચારીઓ વચ્ચે જાહેરમાં મારામારી અને ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરતા કેટલાક ઈસમોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે અટલાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અટલાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. સંગાડા અને ટીમ મળી જાહરમાં હોબાળો મચાવી મારામારી કરનાર ઇસમોનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે તપાસ દરમિયાન ઝઘડામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને અટલાદરા પોલીસે ધરપકડ કરી હતી.


આ કાર્યવાહીમાં અટલાદરા પોલીસે હિતેશકુમાર રમેશભાઈ ગાંધી (ઉંમર 43, રહેવાસી મકાન નં. 20, પ્રમુખ આશીષ સોસાયટી, અટલાદરા, વડોદરા ), પ્રફુલભાઈ કનુભાઈ પટેલ (ઉંમર 48 રહેવાસી મકાન નં. 50, મારૂતિનંદન સોસાયટી, અટલાદરા, વડોદરા), મોહમદ ફિરોઝ મલીક (ઉંમર 22 રહેવાસી મકાન નં. 143, તાઇફનગર ગાર્ડન પાસે, તાંદલજા, વડોદરા ) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments