વડોદરા પૂર્વ ઝોનમાં ડ્રેનેજ લાઈનના કોન્ટ્રાક્ટમાં રૂા.2 કરોડના વધારો કરવાની દરખાસ્ત રજૂ

ડ્રેનેજ કામગીરીના કોન્ટ્રાક્ટની મર્યાદા વધારવાની દરખાસ્ત

MailVadodara.com - Proposal-submitted-to-increase-the-drainage-line-contract-in-the-Vadodara-East-Zone-by-Rs-2-crore

- મારુતિ એન્ટરપ્રાઇઝની નાણાકીય મર્યાદા રૂા.5 કરોડથી વધારવાની માગ કરાઇ, સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી માટે અપાયેલા વાર્ષિક ઇજારામાં વધુ રૂ.2 કરોડનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન રૂ.5 કરોડની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા માટે મારુતિ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે કોન્ટ્રાક્ટની નક્કી કરાયેલી સમયમર્યાદા પૂર્ણ થવાના આરે છે ત્યારે નાણાકીય મર્યાદા વધારવાની માગ કરવામાં આવી છે.

પૂર્વ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી માટે મારુતિ એન્ટરપ્રાઇઝને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની સમયમર્યાદા 25 નવેમ્બર, 2026ના રોજ પૂર્ણ થવાની છે. આ દરમિયાન પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરે વાર્ષિક ઇજારા પેટે રૂ.66.51 લાખની સિલક બાકી રહેતી હોવાનું જણાવી કોન્ટ્રાક્ટરની નાણાકીય મર્યાદામાં રૂ.2 કરોડનો વધારો કરી આપવા રજૂઆત કરી છે. આ દરખાસ્ત મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments