વડોદરામાં પ્રી-મેરિટલ કમ્પ્યુનિકેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો

MailVadodara.com - Pre-Marital-Communication-Center-launched-in-Vadodara

- યુવક-યુવતિઓમાં પારસ્પરિક સમજ, સંવાદ કૌશલ્ય અને આપસી માન-સન્માન વિકસાવવા માટે માર્ગદર્શન અપાશે


વડોદરામાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓના સશક્તિકરણ અને કુટુંબ સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે Pre-Marital Communication Center (PMCC) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.  


આ સેન્ટરનો મુખ્ય હેતુ લગ્ન પહેલાં યુવક-યુવતિઓમાં પારસ્પરિક સમજ, સંવાદ કૌશલ્ય અને આપસી માન-સન્માન વિકસાવવા માટે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવાનો છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન પુરવઠા અધિકારી શ્રીમતી ગીતાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા યુગલોને લગ્નજીવનના મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમ કે સંવાદ કૌશલ્ય, વિવાદ નિવારણ અને માનસિક આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે, જેના કારણે કુટુંબ જીવન વધુ સુખમય અને મજબૂત બનશે.


ભારત સરકારના નેશનલ કમિશન ફોર વુમન (NCW) દ્વારા દેશભરના 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવા કેન્દ્રો કાર્યરત છે અને હવે ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વડોદરા ખાતે પણ આ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં આ પહેલ અમલમાં મુકાતા મહિલાઓ, યુગલો અને પરિવારોના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Share :

Leave a Comments