પોલીસે અટલાદરા અને આજવા રોડ પરથી દારૂ ભરેલા બે વાહન પકડ્યા

આજવા રોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી

MailVadodara.com - Police-seized-two-vehicles-loaded-with-liquor-from-Atladara-and-Ajwa-roads

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં બીયરના ટીન ભરેલી કારને પોલીસે ઝડપી પાડી ખેપીયાની પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે, જે દરમિયાન આજે અટલાદરા તેમજ આજવા રોડ પરથી દારૂ ભરેલા બે વાહન પકડાયા હતા. 

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી 1 - image

આજવા રોડ મહાવીર હોલ પાસે પોલીસે એક કારને ચેક કરતા અંદરથી રૂપિયા 51000ની કિંમતના બિયરના 408 ટીન મળી આવ્યા હતા. પોલીસે કારચાલક હરેશ મેઘલાભાઈ રાઠવા (રહે. સિંહદા ગામ, કવાંટ, છોટાઉદેપુર)ને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા જંગુએ મોકલ્યો હોવાની તેમજ ગોરવાના સોએબ શેખને આપવાનો હોવાની વિગતો ખુલતા પોલીસે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments