વડોદરામાં પોલીસે બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 13ને ઝડપી પાડ્યા

ગોરવાની ફાતિમા હાઈટ્સમાં પોલીસની રેડ, જુગાર રમતા 10 ઝડપાયા

MailVadodara.com - Police-raided-two-different-places-in-Vadodara-and-arrested-13-people-for-gambling

- ફતેગંજ પોલીસે ગણપતિ ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા 3ને ઝડપ્યા

વડોદરાના પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમતા 13 જણાને ઝડપી પાડ્યા હતા. 


ગોરવા વિસ્તારમાં ફાતિમા હાઈટ્સ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની વિગતોને પગલે ગોરવા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી હતી. પરંતુ જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા ન હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને 10 મોબાઈલ મળી રૂ.1.19 લાખની મતા કબજે કરી હતી.

આવી જ રીતે ફતેગંજ પોલીસે ગણપતિ ચોકડી જોગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જણાને ઝડપી પાડી રૂ.10 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી.

Share :

Leave a Comments