કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી પોલીસે 8 શખ્સોને ઝડપી પાડ્યા

વલ્લભ રેસીડેન્સી પાસે તળાવ નજીક જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી

MailVadodara.com - Police-raided-a-gambling-den-in-Kishanwadi-area-and-arrested-8-people

- આરોપીઓ પાસેથી રોકડ રકમ, વિવિધ કંપનીના મોબાઇલ ફોન તથા અન્ય સામાન મળી કુલ 53,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા શહેર પોલીસ દ્વારા કિસનવાડી વિસ્તારની સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે 

પોલીસની માહિતી મળી હતી કે કિશનવાડી વલ્લભ રેસીડેન્સી પાસે કૃત્રિમ તળાવ નજીક વિજય નામનો આરોપી જુગારધામ ચલાવે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી વિજયભાઈ શિવરામભાઈ સાળુંકે, રાજેશભાઈ હરિલાલ ઠક્કર, અજય મધુકરભાઈ નળવાને, શૈલેષ બબાનરાવ મોરે, કિરણભાઈ શશીકાંત નાલાવડે, સુનિલ જયદીપભાઈ ઓડ, રાકેશ શંકરભાઈ મિસ્ત્રી અને અશોકભાઈ યશવંતરાય પાટીલ સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, વિવિધ કંપનીના મોબાઇલ ફોન તથા અન્ય સામાન મળી કુલ 53,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments