- સ્થળ પરથી 2.89 લાખ રોકડા, 12 મોબાઈલ સહિત 5.94 લાખનો મુદ્દામાલ કબજે કરાયાં
વાઘોડિયા રોડ સુખધામ હવેલી નજીક આવેલી નિલકંઠ સોસાયટીમાંથી જુગાર રમતા 13 જુગારીઓની ધરપકડ કરીને કુલ રૂા.5.94 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સુખધામ હવેલી નજીક આવેલી નિલકંઠ સોસાયટીના મકાન નંબર 8માં રહેતા રૂપેન શાહ કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યા છે.
પાણીગેટ પોલીસે જુગારના દરોડામાં અંગ ઝડતીના રૂા.2.45 લાખ, જમીન દાવના રોકડા રૂા.44 હજાર, આઈફોન-સેમસંગ ફોલ્ડ સહિતના રૂા.2 લાખના 12 મોબાઈલ, રૂા.1.05 લાખના 4 ટુ-વ્હિલર મળીને રૂા.5.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બે આરોપીઓ વિરૂધ્ધ બોડેલીમાં જુગારધારા હેઠળ ગુના દાખલ થયેલા છે. પાણીગેટ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિરલ શાહ અને ક્રિનલ શાહ વિરૂધ્ધ બોડેલી પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ થયેલો છે.

પકડાયેલા જુગારિયાઓનાં નામ
રૂપેન જીતેન્દ્રભાઈ શાહ (ઉ.વ.38,રહે-નિલકંઠ સોસાયટી,વાઘોડિયા રોડ)
વિરલ હરીશભાઈ શાહ (ઉ.વ.36,રહે-સુખધામ એન્કલેવ,પરીવાર ચાર રસ્તા પાસે)
નૈતિક મુકેશકુમાર ઠક્કર (ઉ.વ.22, રહે- ઈન્દ્ર કોમ્પલેક્ષ-1, બોડેલી)
મોન્ટુ સુરેશચંદ્ર તલાટી (ઉ.વ.44,રહે- ઓમ રેસીડેન્સી,પરીવાર ચાર રસ્તા પાસે)
મીથીલેશ રવિન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.38,રહે-ગજાનંદ પાર્ક,બોડેલી)
સમીર મનહરભાઈ પટેલ (ઉ.વ.42,રહે-જનકલ્યાણ સોસાયટી,બોડેલી)
માનવ વિજયકુમાર પરીખ (ઉ.વ 30,રહે-નંદ રેસીડેન્સી,પરીવાર ચાર રસ્તા)
સુનીલ સુંદરલાલ શાહ (ઉ.વ.66,રહે-ચિત્રકુટ સોસાયટી,વાઘોડિયા રોડ)
મહીરાજસિંહ નરપતસિંહ પરમાર (ઉ.વ.24, રહે-દર્શનમ આગમન ફ્લેટ,સોમા તળાવ)
પ્રશાંત જગદીશચંદ્ર ઠક્કર (ઉ.વ.38,રહે- માધવનગર સોસાયટી,બોડેલી)
ક્રિનલ કેતનભાઈ શાહ (ઉ.વ.37,રહે-જનકલ્યાણ સોસાયટી,બોડેલી)
ચિંતન ગોપાલભાઈ શાહ (ઉ.વ.33,રહે-સુખનગર સોસાયટી,બોડેલી)
ધવલ અશોકભાઈ ઠક્કર (ઉ.વ.31,રહે-યોગેશ્વર સોસાયટી,બોડેલી)


