- કારેલીબાગ પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા શંકર વિષ્ણુભાઇ મોરે મળી આવ્યો હતો, તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું તથા મારા મિત્રો ક્યારેક ભેગા થઇને જુગાર રમીએ છે
વડોદરાના સલાટવાડા મેન રોડ પર મોહન બિલ્ડિંગમાં ચાલતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે રેડ કરીને 17 જુગારીઓને રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ 1.22 લાખની મતા સાથે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
કારેલીબાગ પોલીસને માહિતી મળી હતી કે, સલાટવાડા મેન રોડ મોહન બિલ્ડિંગમાં એક ઘરમાં 25 જેટલા વ્યક્તિઓ જુગાર રમે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા શંકર વિષ્ણુભાઇ મોરે મળી આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું તથા મારા મિત્રો ક્યારેક ભેગા થઇને જુગાર રમીએ છે. જેથી, પોલીસે સ્થળ પરથી કુલ 17 જુગારીઓને ઝડપી પાડયા હતા.
કારેલીબાગ પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં શંકર વિષ્ણુભાઇ મોરે, સંજય જ્યંતિભાઇ બારોટ, પ્રકાશ ઉર્ફે પકીયો આનંદરાવ પવાર, જીતેશ કિશનભાઇ પવાર, સુમીત વિલાસભાઇ ખાનવીલકર, રવિ ભરતભાઇ ચૌધરી, મનોજ સુરેશભાઇ ટાયરે, સંતોષ કિશનકુમાર ગુપ્તા, અમીત કમલેશભાઇ પાંડે, નિલેશ પાંડુરંગ પવાર, અજય દિલીપભાઇ રાવલ, કિરણ ચંદ્રકાંતભાઇ પવાર, પંકજ નારાયણભાઇ પાર્ટે (તમામ રહે. સલાટવાડા), રવિ નારાયણભાઇ બોરસે (રહે. સરકારી પ્રેસની સામે, સ્વામી સમર્થ એપાર્ટમેન્ટ), શ્રવણ પુનમભાઇ રાણા (રહે. નવીધરતી, ગોલવાડ), યશવંત તુકારામભાઇ ઉત્તેકર (રહે. હરિનગર, ગોત્રી રોડ), અનિલ ચંદ્રકાંતભાઇ રાણા (રહે. રાણાવાસ, કાપડી પોળ, રાવપુરા)નો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે સંતોષ સખારામ મોરેને વોન્ટેડ જાહેર કર્યો છે.


