- પોલીસે સાહિલ બારીયાની ધરપકડ કરી, બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા, મોબાઈલ-મોપેડ સહિત મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
વડોદરાની મકરપુરા પોલીસની માહિતી મળી હતી કે, ડભોઈ રોડ મહાનગર વુડાના મકાનની સામે જલારામ નગર ઝુંપડપટ્ટીમાં રહેતો શખ્સ મોપેડ પર દારૂનો જથ્થો લાવ્યો છે અને સગેવગે કરવાની તૈયારી કરે છે. જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ લઈને ઉભેલો સાહિલ મંગળભાઈ બારીયા (રહે-બાબુભાઈની ચાલી, ડભોઇ રોડ) મળી આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો મનોજ રાજભાઈ લાકડીવાળા તથા અમરસિંહ ઉર્ફે પેપે સરદાર વેચાણ માટે લાવ્યો હતા અને મને આપ્યો હતો. હું ઝૂંપડામાં દારૂ સંતાડતો હતો. પોલીસે દારૂની રૂ.289 બોટલ કિંમત રૂપિયા 1.01 લાખ, મોબાઈલ અને મોકલ મળીને કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.


