સાવલીના રણજીતનગરમાં દરોડો પાડી પોલીસે 2.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે સગા ભાઈઓ ફરાર

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૂ મળ્યો

MailVadodara.com - Police-raid-Ranjitnagar-Savli-seizes-foreign-liquor-worth-Rs-2-56-lakh-two-brothers-absconding

- ભાદરવા પોલીસને જોઈ પ્રદિપસિંહ ઉર્ફે ગોટીયો અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો ખેતરમાંથી નાસી ગયા

- ટીવીના શોકેસ, પેટી પલંગ અને મોપેડની ડીકીમાંથી દારૂ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ

સાવલી તાલુકાના રણજીતનગરમાં પોલીસે દરોડો પાડી એક મકાનમાં તેમજ મોપેડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળ્યો હતો જ્યારે બે સગા ભાઇ ફરાર થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રણજીતનગરમાં રહેતો પ્રદિપસિંહ ઉર્ફે ગોટીયો ગિરવતસિંહ પરમાર એક પીકઅપ ગાડીમાં દારૂનો જથ્થો લાવી તેને આ જથ્થો ખેતરમાં બનાવેલા નવા મકાનમાં સંતાડયો છે તેવી માહિતીના આધારે ભાદરવા પોલીસે ગઇ રાત્રે દરોડો પાડયો હતો. આ વખતે મકાનની આગળ ઊભેલા પ્રદિપસિંહ ઉર્ફે ગોટીયો અને તેનો ભાઇ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો પોલીસને જોઇ ખેતરમાંથી નાસી ગયા હતાં.

પોલીસે તપાસ કરતા ઘરની બહાર મૂકેલા એક મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો અને ટીન મળ્યા હતાં જ્યારે ઘરમાં તપાસ કરતાં ટીવીના શોકેસની નીચે અને પેટી પલંગમાં છુપાવેલો દારૂ મળ્યો હતો. પોલીસે રૂા.૨.૫૬ લાખ કિંમતની ૧૫૮૭ નંગ દારૂની બોટલો, પીકઅપ, મોપેડ સહિત કુલ રૂા.૯.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બંને ભાઇઓની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments