પાણીગેટમાં ગાંજાની ડિલિવરી કરવા માટે ઊભેલા બે યુવકોને પોલીસે ઝડપી પાડયા

પાણીગેટ પોલીસે 1.929 કિલો ગાંજા સાથે બંનેને ઝડપી પાડ્યા

MailVadodara.com - Police-nab-two-youths-who-were-standing-in-Panigate-to-deliver-marijuana

- પાણીગેટ પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી ગાંજો, મોપેડ, બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકોને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૧.૯૨૯ કિલો ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, પાણીગેટ આયુર્વેદિક કોલેજની બાજુમાં આવેલા મેલડી માતાના મંદિરની સામે આવેલા બોરડીના ઝાડ પાસે મોપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી માટે બે યુવકો ઊભા છે. જેથી,પી.આઇ. એ.બી. પટેલની સૂચન મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ધનરાજ શૈલેષભાઇ રાણા (રહે. ભાટવાડા, વાડી) તથા પ્રિન્સ ઇન્દ્રેશકુમાર પાસી (રહે. ઇદગાહ મેદાન પાસે, ગાજરાવાડી) મળી આવ્યા હતા. મોપેડની ડીકીમાંથી ૧.૯૨૯ કિલો ગાંજો કિંમત રૂપિયા ૯૬,૪૫૦ નો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી તરીકે વાડીના અક્ષિત મિસ્ત્રીનું નામ ખૂલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી ગાંજો, મોપેડ, બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments