છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરી કરનાર બે યુવકને પોલીસે ઝડપી પાડ્યા

ત્રણ ટેમ્પોમાંથી બેટરી ચોરાઈ જતા માલિકોએ પોલીસને જાણ કરી હતી

MailVadodara.com - Police-nab-two-youths-for-stealing-batteries-from-parked-cars-in-Chhani

વડોદરામાં છાણી વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાંથી બેટરીઓ કાઢી લેનાર બે યુવકને પોલીસે ઝડપી પાડ્યા છે.

છાણીના ખોડીયાર નગર વિસ્તારમાં નવી બંધાઈ રહેલી સાઈડ નજીક પાર્ક કરેલા ત્રણ ટેમ્પોમાંથી બેટરી ચોરાઈ જતા વાહન માલિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી છાણી પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સ મારફતે તપાસ કરી હતી. 

આ દરમિયાન ખોડીયાર નગરથી છાણી જવાના રોડ પર પોલીસે વોચ રાખી મોપેડ સવાર બે યુવકોને અટકાવતા તેમની પાસે ત્રણ બેટરી મળી આવી હતી. જેથી પૂછપરછ દરમ્યાન આ બેટરી ટેમ્પામાંથી ચોરી કર્યાની વિગતો ખુલી હતી. પોલીસે પકડાયલાઓમાં વિશાલ ધર્મેશભાઈ નાયક (શ્રીરામ નગર સોસાયટી, ખોડીયાર નગર પાસે, છાણી સમા રોડ) અને ફરદીન અફઝલ અહેમદ અન્સારી (એકતાનગર છાણી) નો સમાવેશ થાય છે.  

Share :

Leave a Comments