વાઘોડિયા રોડ પર સોસાયટીમાં દારૂનું વેચાણ કરનાર બૂટલેગરને પોલીસે ઝડપી પાડ્યો

પાણીગેટ પોલીસે રેડ પાડી આરોપી સાગર પ્રજાપતિને ઝડપી પાડ્યો

MailVadodara.com - Police-nab-bootlegger-selling-liquor-in-society-on-Waghodia-Road

- ઉકાજીના વાડિયા પાસેની રણછોડ પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૂનો મોટાપાયે ધંધો શરૂ કરતા સ્થાનિકો હેરાન થઇ ગયા

વાઘોડિયા રોડ રણછોડ પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૂનો ધંધો શરૂ કરતા સ્થાનિક રહીશો હેરાન થઇ ગયા છે. છેવટે પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપીને ૧૯ બોટલ સાથે ઝડપી પાડયો હતો.

શહેરના વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયા પાસે આવેલી રણછોડપાર્ક સોસાયટીમાં એક રહીશે સાગર પ્રજાપતિ નામના આરોપીને મકાન વેચાણ કર્યુ હતું. ત્યારબાદ તેણે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. માથાભારે વ્યક્તિઓના કારણે સોસાયટીના રહીશો શરૂઆતમાં કંઇ બોલતા નહતા. પરંતુ, આરોપીએ આ સ્થળે દારૂનો મોટાપાયે ધંધો શરૂ કરતા સોસાયટીના રહીશો ત્રાસી ગયા હતા. સ્થાનિક પોલીસને વારંવાર કહેવા છતાંય કોઇ કાર્યવાહી થતી નહતી. છેવટે સોસાયટીના ગ્ુ્રાપમાં આ અંગે મેસેજ શરૂ થયા હતા. છેવટે ભારે હોબાળો થતા પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપી સાગર પ્રકાશભાઇ પ્રજાપતિ (રહે. રણછોડ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ) ની ત્યાં રેડ પાડતા દારૂની ૧૯ બોટલ મળી હતી. વિસ્તારમાં એવી પણ ચર્ચા છે કે, હાલમાં ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવતા નામચીન બૂટલેગર દ્વારા જ સાગર પ્રજાપતિ મારફતે દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે.

Share :

Leave a Comments