અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળી હોવાની માહિતીથી પોલીસ વિભાગમાં દોડધામ

નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા

MailVadodara.com - Police-department-in-a-state-of-panic-after-information-of-explosive-like-substance-found-on-railway-tracks-near-Anagarh

- તપાસ કરતાં શંકાસ્પદ વિસ્ફોટક લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા અને તે પણ ફૂટેલા હતા

વડોદરાના અનગઢ નજીક પસાર થતા રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળી આવ્યો હોવાની માહિતીથી પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી. મામલાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.


સમગ્ર મામલે FSLની પણ મદદ લેવાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આ શંકાસ્પદ વિસ્ફોટક લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા અને તે પણ ફૂટેલા હતા. કોઈએ ટીખળ કરવા અહીં મૂક્યા હોવાની આશંકા છે. જોકે તપાસમાં કોઈ ચિંતાજનક વસ્તુ ન હોવાનું સામે આવતા પોલીસને હાશકારો થયો હતો. હાલ તો પોલીસે ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઈન પર કોઈ ટીખળખોરે કાવતરું રચ્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે.


ઝોન 1 ડીસીપી જે.એમ.ચાવડાએ જણાવ્યું કે, સવારે 7 કલાક બાદ આ પદાર્થ મૂક્યો હોઇ શકે, લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર છે તે પણ ફૂટેલા છે. કોઈએ ટીખળ કરવા અહીં મૂક્યા હોય શકે, હાલમાં FSLની મદદ લેવામાં આવી છે.

Share :

Leave a Comments