વાઘોડિયા રોડ અને કિશનવાડીમાં દારૂના ધંધા પર પોલીસનો સપાટો, રૂા.35 હજારનો મુદ્દામાલ જપ્ત

પીસીબી અને એલસીબી ઝોન-3ની અલગ-અલગ કાર્યવાહી

MailVadodara.com - Police-crackdown-on-liquor-business-in-Waghodia-Road-and-Kishanwadi-seized-liquor-worth-Rs-35-thousand

- બૂટલેગરના પુત્ર સહિત બે ઝડપાયા, બૂટલેગર પિતાની શોધખોળ, સપ્લાયર સામે પણ તપાસ

વડોદરા જિલ્લા અને શહેરમાં દારૂનો મોટાપાયે ધંધો કરતા બૂટલેગરના પુત્રને પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જ્યારે બૂટલેગર પિતાની શોધખોળ ચાલુ છે.

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે પુનિતનગરમાં રહેતા સાગર ધોબીને દારૂની ૨૨ બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂ મારા પિતા મુકેશ પુનમચંદ ધોબીએ મંગાવ્યો છે, પરંતુ, કોની પાસેથી મગાવ્યો છે. તેની મને જાણ નથી. પોલીસે તેની પાસેથી દારૂની ૨૨ બોટલ કિંમત રૂપિયા ૩,૪૨૩, રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ ૯,૨૨૩ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મુકેશની શોધખોળ શરૂ કરી છે.

અન્ય એક કેસમાં એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે કિશનવાડી સરકારી સ્કૂલ પાસે સાંઇમાલા ફ્લેટમાં રહેતા અને દારૂનો ધંધો કરતા જયેશ કાલકાપ્રસાદ કહારને ઝડપી પાડયો હતો.પોલીસે આરોપી પાસેથી દારૂની ૧૦ બોટલ કિંમત રૂપિયા ૧૬,૭૫૮ ની કબજે કરી છે. આ દારૂ વાઘોડિયારોડના મધુસૂદન ભોઇએ આપ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી કુલ ૨૬,૭૫૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments