હોળી ધુળેટીના પર્વ નિમિત્તે ઠેર-ઠેર પોલીસ કાફલો તૈનાત, ડ્રોન સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ કરાયું

હોળી-ધૂળેટી નિમિત્તે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો

MailVadodara.com - Police-convoy-deployed-everywhere-on-the-occasion-of-Holi-Dhuleti-festival-drone-surveillance-and-foot-patrolling-carried-out

- નદી, કૃત્રિમ તળાવ, નહેર, જળાશયોમાં નાહવા જવા પર પ્રતિબંધ ફરમાવાયો, કેમિકલયુક્ત રંગો છાંટવા પર પ્રતિબંધ; જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

વડોદરા શહેરમાં હોળી ધુળેટીના પર્વ નિમિત્તે ઠેર-ઠેર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં બે હજાર જેટલા પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના ૮૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે.

હોળી ધૂળેટીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાનો બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાવવામાં આવી રહ્યું છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૭ ડી.સી.પી., ૧૧ એ.સી.પી., ૫૦ પી.આઇ., ૧૨૦ પી.એસ.આઇ., બે હજાર પોલીસ જવાનો, એસ.આર.પી.ની ૪ કંપની, એસ.ડી.આર.ની ૧ પ્લાટૂન અને હોમગાર્ડના ૮૦૦ જવાનો સામેલ છે.  


પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો કે માલમિલકત ઉપર થયેલી પદાર્થો વાળા રંગો તેમજ અન્ય કેમિકલ મિશ્રિત રંગો છાંટવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

તદુપરાંત નદી, કૃત્રિમ તળાવ, નહેર, જળાશયોમાં નાહવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ જાહેર જગ્યાએ આવતા જતા લોકો પર, મકાન, મિલકત પર કાદવ, રંગ, કેમિકલ,રંગ મિશ્રિત પાણી, તૈલી વસ્તુઓ નાખવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ હોળી ધૂળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા તથા સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવશે. આ જાહેરનામાના ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

Share :

Leave a Comments