પાદરા તાલુકાના ગામમાં 56 વર્ષીય આધેડે 19 વર્ષીય યુવતીની છેડતી કરતા પોલીસ ફરિયાદ

ઘટના સમયે યુવતીની માતા આવી જતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો

MailVadodara.com - Police-complaint-filed-after-a-56-year-old-man-molested-a-19-year-old-woman-in-a-village-in-Padra-taluka

- માતા-પિતા બહાર ગયા હોઇ યુવતી ઘરે એકલી હતી ત્યારે જ 56 વર્ષીય આરોપીએ એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કર્યા હતા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં 56 વર્ષીય આધેડે પોતાની દીકરીની ઉંમરની યુવતીની છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી પોતાના ઘરે એકલી હતી અને માતા-પિતા બહાર ગયા હતા ત્યારે જ 56 વર્ષીય આરોપી વિનુ રોહિતે એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાં કર્યા હતા. આ સમયે જ યુવતીની માતા આવી જતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો.

દીકરીની છેડતી કર્યા બાદ આરોપીએ દીકરીની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments