કારેલીબાગ ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ-બહેનને પોલીસે ઝડપી પાડયા

સુરતથી રૂપિયા ૬ હજારમાં ગાંજો લાવ્યાની આરોપીની કબૂલાત

MailVadodara.com - Police-caught-a-brother-and-sister-selling-marijuana-near-Karelibagh-Indira-Nagar-Bridge

- પોલીસે ફતેહમહંમદ શેખ તથા શેરબાનુ શેખ સામે ગુનો દાખલ કરી ૪૨૦ ગ્રામ ગાંજો કિંમત ૩,૬૨૦, રોકડા અને મોબાઇલ કબજે કર્યા

કારેલીબાગ ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ-બહેનને કુંભારવાડા પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ગાંજા સહિત રૂપિયા ૧૩,૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કુંભારવાડા પોલીસને માહિતી મળી હતી કે, કારેલીબાગ ઇન્દિરા નગર બ્રિજ પાસે રોડ પર ફતેહમહંમદ ઉર્ફે ફત્તુ તથા તેની બહેન શેરબાનુ બંને જણા ગાંજાનું વેચાણ કરે છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા ભાઇ-બહેન પોલીસથી બચવા માટે ભાગ્યા હતા. પોલીસે પાછળ દોડીને તેઓને ઝડપી લીધા હતા. ફતેહમહંમદ પાસેથી મળી આવેલા ગાંજા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનની બાજુમાં નાની ગલીમાંથી એક વ્યક્તિ પાસેથી રોકડા ૬ હજારમાં લાવ્યો છું. પોલીસે ફતેહમહંમદ ઉસ્માનભાઇ શેખ તથા શેરબાનુ ઉસ્માનભાઇ શેખ સામે ગુનો દાખલ કરી ૪૨૦ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૩,૬૨૦, રોકડા અને મોબાઇલ ફોન કબજે કર્યા છે.

Share :

Leave a Comments