બાપોદ ગામમાં તલાટી ઓફિસ નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

પીસીબી પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Police-caught-7-gamblers-gambling-near-Talati-office-in-Bapod-village

- પોલીસે 7 મોબાઇલ, રોકડા મળી કુલ 45,600ની મતા કબજે કરી

વડોદરાના બાપોદ ગામમાં તલાટી ઓફિસ નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 7 મોબાઇલ અને રોકડા મળી કુલ 45,600ની મતા કબજે કરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બાપોદ ગામ પાસે તલાટી ઓફિસની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા 7 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં તૌકિર હનિફભાઇ મિરજા (રહે. અકોટા ટાઉનશિપ, અકોટા ગામ), ઇલિયાસ રિયાઝભાઇ શેખ (રહે.અકોટા રામપુરા વુડાના મકાનમાં), ફતેસિંહ સોમાભાઇ વસાવા (રહે. તલાટી ઓફિસની સામે, બાપોદ), કમલેશ પુનમભાઇ વાઘેલા (રહે.સૂરજીપાર્ક ઠેકરનાથ સ્મશાન મંદિર પાસે, કિશનવાડી), યોગેશ વિક્રમભાઇ ચૌધરી (રહે. બાવચાવાડ, પાણીગેટ), પ્રકાશ પુનમચંદ પુરોહિત (રહે. સહદ રેસિડેન્સી, ખોડિયારનગર પાસે, બાપોદ) તથા વિજય રાજુભાઇ કંકોડિયા (રહે. તુલસીવાડી) નો સમાવેશ થાય છે. 

Share :

Leave a Comments