લોકમાં ચાવી લાગેલી હોય તેવા ટુ-વ્હિલરની ચોરી કરતો રીઢા વાહનચોરને પોલીસે ઝડપ્યો

વડોદરા પોલીસે વડોદરા-ઉમરેઠમાં ચોરી થયેલા 5 સ્કૂટરનો ભેદ ઉકેલ્યો

MailVadodara.com - Police-catch-habitual-vehicle-thief-stealing-two-wheelers-with-keys-in-lock

- આરોપી ચોરી કરેલા સ્કૂટર ઘરની વ્યક્તિ બીમાર છે કહી સસ્તામાં વેચી દેતો અથવા ગીરવી મૂકી દેતો હતો, તમામ સ્કૂટર કબજે કરાયાં

વડોદરા પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડી વડોદરા તેમજ ઉમરેઠમાં ચોરી કરેલા પાંચ સ્કૂટરનો ભેદ ઉકેલ્યો છે. 

શહેરના સરદાર ભવનના ખાંચામાં એક યુવક સ્કૂટર લઈને આંટા મારતો હોવાથી પોલીસને શંકા જતા તેને અટકાવી સ્કૂટર બાબતે પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેની પાસે મળેલું સ્કૂટર થોડા દિવસ પહેલા ન્યુ વીઆઈપી રોડના ખોડીયાર નગર પાસેથી ચાવી લટકતી જોતા ઉઠાવી લીધું હોવાની કબુલાત કરી હતી. 

કારેલીબાગ પોલીસે વધુ પૂછપરછ કરતા રીઢા વાહન ચોરે વડોદરાના કારેલીબાગ, ફતેગંજ, છાણી બાપોદ અને ઉમરેઠમાં આ પ્રકારે ચાવી લટકતી હોય તેવા પાંચ સ્કૂટરને ટાર્ગેટ કરી ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોરી કરેલા સ્કૂટર ઘરની કોઈ વ્યક્તિ બીમાર છે તેમ કહી સસ્તામાં વહેંચી દેતો કે ગીરવી મૂકી દેતો હતો. જેથી પોલીસે તમામ સ્કૂટર કબજે કર્યા હતા.

Share :

Leave a Comments